ગ્રહોના રાજા સૂર્ય 12 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હાલ સૂર્ય પાંચ અન્ય ગ્રહો સાથે મકર રાશિમાં વિરાજમાન છે. જ્યોતિષ મુજબ સૂર્યના આ રાશિ પરિવર્તનની બધી 12 રાશિઓ પર અસર થશે. મેષ મિથુન સિંહ ધનુ અને મીન રાશિવાળા માટે આર્થિક મામલે આ પરિવર્તન ખૂબ સારુ રહી શકે છે. આવો જાણીએ કુંભ સંક્રાતિ પર સૂર્ય કંઈ રાશિઓને શુભ ફળ આપશે અને કોને થશે નુકશાન
મેષ - મેષ રાશિના જાતકો માટે સમય લાભકરી રહેશે. કર્જથી મુક્તિ મળશે અને ધન લાભ પણ થશે. રોકાયેલુ કાર્ય પુર્ણ થવાની શક્યતા બનશે. સામાજીક કાર્યોનો લાભ થશે. ઘરના સભ્યો પાસેથી મદદ મળશે માન સન્માન વધશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. સૂર્ય દેવને તા6બાના પાત્રથી એક ચપટી સિંદૂર નાખીને જળ અર્પિત કરવાથી કષ્ટ દૂર થશે.
વૃષ - વૃષભ રાશિના જાતકોને મિશ્રિત પરિણામ મળશે. સુખની પ્રાપ્તિ થશે. ઘરમાં શુભ કાર્ય કરવા માટે સમય ખૂબ સારો છે. પ્રોપર્ટી સાથે જોડાયેલ વિવાદ ખતમ થઈ શકે છે. જો કે માતા કે માતા તુલ્ય મહિલાઓ સથે સંબંધોમાં મધુરતા લાવવાનો પ્રયાસ કરો. અત્યાધિક ક્રોધ તમારી મુશ્કેલી વધારી શકે છે. જળમાં ચોખા નાખીને સૂર્યને અર્ધ્ય આપવાથી લાભ થશે.
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર રહેશે. મિત્રો સંબંધીઓ કે પ્રેમ સંબંધોના મામલે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સફળતા મેળવવી તમારે માટે સરળ નહી રહે. તનતોડ મહેનતથી જ તમએન સારા પરિણામ મળશે. નોકરી અને વેપાર ના મામલે પણ સતર્કતા રાખવાની જરૂર છે. સૂર્યના કુંભ રાશિમાં રહેવા સુધી રોજ ભોજન પછી ગોળ ખાવ્
સિહ - આ ગોચર પછી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે કોઈ નવુ સ્ટાર્ટઅપ ખોલવાની યોજના બનાવી શકો છો. કાર્ય ક્ષેત્રમાં તમે ખૂબ મહેનત કરશો અને લોકો તમારી પ્રશસા કરશે. ઘન વેપાર મામલે સ્થિતિ મજબૂત થતી જોવા મળશે. આ દરમિયાન અહંકારથી બચવા માટે પણ પ્રયાસ કરો. તમારી નાનકડી ભૂલ આખી યોજના પર ભારે પડી શકે છે. રોજ માથા પર કુમકુમનુ તિલક લગાવવાથી લાભ થશે.
કન્યા - લેખક અને શિક્ષક વર્ગના જાતકો માટે સૂર્યનુ આ ગોચર ખૂબ લાભકારી હોઈ શકે છે. તમે તમારી જીવનશૈલી ખાન પાન સ્વાસ્થ્ય સંબંધી આદતો અને નિદ્રા ચક્રને સારો બનાવવાનો પ્રયાસ કરશો. તમે ફક્ત જરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને દરેક કાર્યને ખૂબ લગનથી કરશો. સૂર્યના રાશિ પરિવર્તન પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો નિયમિત પાઠ કરો.
તુલા - સૂર્યનુ આ ગોચર તુલા રાશિના જાતકોની મુશ્કેલી વધારી શકે છે. જો કે તમે અનેકવાર તમારા લક્ષ્યથી પણ ભટકી શકો છો. ધનની સમસ્યા વધી શકે છે. તમારે માટે આ ગોચર ખૂબ વધુ અનુકૂળ નથી. તેથી રવિવારના દિવસે મંદિરમાં લાલ કપડુ અને દાડમના દાણા જરૂર ચઢાવતા રહો.
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળાનુ માન-સન્માન વધશે. સરકારી ક્ષેત્રમા કાર્ય કરતા લોકોની પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ સારો રહેશે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીમાં લાગેલા લોકો માટે સમય સારો રહેવાનો છે. સ્વાસ્થ્ય સુધરશે અને ઉર્જાવાન અનુભવ કરશો. પિતા સાથે સબંધ સુધરશે અને ફેમિલી બિઝનેસનો વિસ્તાર થશે. લાલ રંગનુ ફળ દાન કરવાથી લાભ થશે.
ધનુ - ધનુ રાશિના લોકો માટે ગોચર ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. રોકાયેલુ ધન મળી શકે છે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે. ભાઈ બહેનના સંબંધોમાં સુધાર જોવા મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ વાદવિવાદ ખતમ થઈ શકે છે. પરિવારમા કોઈ મોટા આયોજનનો લાભ ઉઠાવશો. ઓમ ગ્રહણિ સૂર્યાય નમ મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
મકર - સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રશિના જાતકો માટે સમય થોડો કષ્ટકારી રહી શકે છે. વિદેશ યાત્રા અને શુભ કાર્યોમાં અવરોધ આવી શકે છે. આ પ્રકાર ના કાર્ય મુશ્કેલ અને વિલંબથ્ગી પ્રભાવિત થઈ શકે છે. માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. વાદ વિવાદથી ખુદને દૂર રાખો. સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખો. તાંબાના પાત્રમાં જળ નાખીને સૂર્યને જળ અર્પિત કરવાથી લાભ થશે.
કુંભ - સૂર્ય તમારી રાશિમાં જ ગોચર કરવાનો છે. કુંભ રાશિના જાતકોમાટે આ સમય લાભકારી રહી શકે છે. પિતા સાથે સંબંધોમાં સુધાર આવશે. તમે ઉર્જવાન અનુભવ કરશો. આળસ દૂર થશે અને પૂરી ક્ષમતા સાથે કાર્યોને પૂર્ણ કરવામાં આવશે. માન સન્માન વધશે અને સ્વાસ્થ્ય્માં પણ સુધારો થશે. આ દરમિયાન કોઈ લાલ વસ્તુનુ દાન કરવુ તમારે માટે શુભ રહેશે.
મીન રાશિ - મીન રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારી વાણી કઠોર હોઈ શકે છે. તમારા શબ્દ કોઈ માણસનુ મન દુખી કરી શકે છે. તેથી અપશબ્દ કહેતા બચો. જોકે કાર્યમાં સફળતા મળતી રહેશે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. રોકાયેલુ ધન પરત મળી શકે છે. આ દરમિયાન ગોળનુ દાન કરવુ તમારે માટે શુભ રહેશે.