અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (19:18 IST)
Jafarabad Port of Amreli due to low pressure in the Arabian Sea.

રાજય ભરમા હવામાન વિભાગની આગાહીને લઈ વાવાજોડા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે સમુદ્રમાં વાવાજોડુ સક્રિય થઈ આગળ વધતા ગુજરાત પર સંકટ અને અસર થઈ શકવાની દેહશતના કારણે તંત્ર આજથી એલર્ટ થયું છે. દરિયામાં હળવો કરંટ આવી રહ્યો છે ત્યારે આજે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે કોસ્ટલ બેલ્ટના દરિયા કિનારે ભયસુચક સિગ્નલ લગાવી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે જેના કારણે જાફરાબાદ પીપાવાવ પોર્ટ શિયાળ બેટ વિસ્તારમાં દરિયા કાંઠે વસતા લોકો પણ સતર્ક થયા છે બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવાય છે. જોકે અહીં 700 જેટલી બોટ મધ દરિયા માંથી માછીમારી કરી વતન જાફરાબાદ 5 દિવસ પહેલા જ પોહચી ગઈ છે જેના કારણે તંત્રએ પણ રાહત અનુભવી છે બીજી તરફ દરિયો ન ખેડવા માટેની હાલ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલના જણાવ્યા પ્રમાણે તમામ માછીમારો અગાઉથી આગાહીને કારણે જાફરાબાદ પહોંચી ગયા છે. બોટો દરિયા કિનારે લાંગરી દીધી છે જેથી લોકોએ પણ રાહત અનુભવી છે અગાવ તાઉતે વાવાજોડાએ તબાહી મચાવી હતી જેના કારણે આગમચેતીના ભાગ રૂપે લોકો વધુ એલર્ટ જોવા મળી રહ્યા છે

સંબંધિત સમાચાર

Next Article