નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી 17927 ક્યુસેક પાણીની આવકના કારણે છેલ્લાં 24 કલાકમાં ડેમની સપાટીમાં જળસપાટી 122.34 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમને દરવાજો લાગતાં પહેલાં ડેમ 121.92 મીટરે ઓવરફ્લો થઇ જતો હતો. જો દરવાજા લાગ્યાં ન હતો તો હાલમાં ડેમ 42 સેમીથી ઓવર ફ્લો થતો નિહાળી શકાયો હોત. હાલ નર્મદા બંધમાં 1587.58 મિલિયન ક્યુબીક મીટર જેટલો પાણીનો સંગ્રહ હોઇ આગામી બે વર્ષ સુધી ગુજરાતને પાણીની અછત રહેશે નહીં તેમ મનાઇ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધની 121.92 મીટરની સપાટી ઉપરથી દરવાજા લાગ્યા છે. એટલે એમ કહી શકાય કે હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 45 મીટર જેટલી ઉંચી આવી છે. જો નર્મદા ડેમના દરવાજા ન લાગ્યા હોત તો પ્રવાસીઓને 45 સેન્ટીમીટરનો ઓવર ફ્લોનો નજારો જોવા મળી શકત. જોકે હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. જે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડશે। હાલ ગુજરાતમાં મેધ મહેર યથાવત છે ત્યારે ગુજરાત ભરના ખેડૂતોની પાણીની માંગ ઘટી છે. જેને કારણે નર્મદા બંધના કેનાલમાં 5530 કયીસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ હેડ પાવર હાઉસ પણ બંધ કરી દેવામાં આવતા નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા બંધમાં 1587.58 મિલિયનક્યુબીક મીટર જેટલું પાણી સંગ્રહિત થયેલું છે. જેના પગલે ગુજરાત રાજ્યને આગામી બે વર્ષ સુધી પાણીની અછતનો સામનો કરવો નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે.