Weather News- રાજ્યમાં બે દિવસ માવઠાની શક્યતા; અમદાવાદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, 3થી 4 દિવસમાં ઠંડી વધશે

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2021 (09:04 IST)
અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં રવિવારે ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી નીચું 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાં ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન 14થી 21 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, આગામી 3થી 4 દિવસ અમદાવાદમાં ઠંડી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા, ઝાપટાં પડી શકે છે. વાદળિયા વાતાવરણ અને પવનની ગતિ ઓછી રહેતાં વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું, જેથી અમદાવાદ એરપોર્ટ પર ઊતરતી અને ઊપડતી ફલાઇટ 1થી 6 કલાક મોડી પડી હતી. અમદાવાદમાં સવારે વિઝિબિલિટી ઘટીને 2 કિમીની રહેતાં અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-રાંચી, અમદાવાદ-ગોવા, દિલ્હી-અમદાવાદ, દુબઈ-અમદાવાદ ફ્લાઇટ સહિત 10 ફ્લાઇટ મોડી પડી હતી.

સંબંધિત સમાચાર

Next Article