વરસાદે ફરીવાર ગુજરાતમાં પધરામણી કરી, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (12:12 IST)
ઓરિસ્સા ઉપર લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રક મધ્ય ભારત ઉપર બની છે. જેથી સુરત સહિત રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી સેન્ટ્રલ ઝોનમાં 8 મિમિ, નોર્થ ઝોનમાં 5 મિમિ, ઈસ્ટ ઝોનમાં 6 મિમિ, સાઉથ વેસ્ટ ઝોનમાં 3 મિમિ અને સાઉથ ઈસ્ટ ઝોનમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદવેીમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે. 

હાલ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. અને વહેલી સવારથી સુરતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં 68 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 47 મિમિ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં 42 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં 1 મિમિથી લઈને 2.7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.કચ્છ અને સૌરાષ્ટ્ર પર છવાયેલ સર્કયુલેશનની અસર તળે સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદે હાજરી પુરાવી હતી. 2 દિવસ પશ્ચિમ કચ્છ પર વધુ મેઘકૃપા વરસાવ્યા બાદ સોમવાર ગણેશચતુર્થીના દિવસે વાગડ વિસ્તાર અને ભુજના ખાવડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.ખડીર વિસ્તારના બાંભણકામાં તો માત્ર એક કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી પડયો હતો.રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદની સામે મંગળવાર સવાર સુધી 801 મી.મી. (32 ઇંચ) એટલે કે 98.10% વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 28 ટકા વરસાદ વધારે થયો છે. સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે. 2018માં આ સમય સુધી 72.44 ટકા, 2017માં 103 ટકા વરસાદ થયો હતો. 2017માં સીઝનનો કુલ વરસાદ 112 ટકા થયો હતો. આ વર્ષે હજૂ વરસાદી માહોલ જામેલો હોવાથી વરસાદની ટકાવારી વધી જોય એવો અંદાજ છે. 2013માં રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 128 ટકા થયો હતો.ખડીરના બાંભણકામાં બપોરે 4 વાગ્યે એકાએક મુશળધાર વરસાદ વરસવો શરૂ થયો હતો. વરસાદ એટલાતો જોરથી પડયો હતો કે 1 કલાકના ટુંકાગાળામાં 4 ઇંચ જેટલી વરસાદી મહેર વરસી હતી. આ વરસાદ રામમોલ અને ઘાસચારા માટે કાચા સોના સમાન સાબિત થયો છે પણ આ વિસ્તારના જળાશયોમાં હજુ જોઇએ તેવી પાણીની આવક હજુ સુધી થઇ નથી. ખડીરના અન્ય ગામોમં વરસાદનું જોર ઓછું જોવા મળ્યું હતું. રાપર તાલુકામાં સોમવારે બપોરે બાદ વાતાવરણ ઘનઘોર બની ગયું હતું. રાપર શહેરમાં જોરદાર ગાજવીજ સાથે બપોરે માત્ર 2 કલાક માં ધમાકેદાર અઢી ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો

સંબંધિત સમાચાર

Next Article