અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 17 વર્ષથી અટવાયેલા મેટ્રો પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2021 (16:55 IST)
નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે 17 વર્ષે પૂર્ણ થઈ શક્યો નથી. કોરોનાના કહેર બાદ ગુજરાતમાં જનજીવન શરૂ થતાંની સાથે અમદાવાદની મેટ્રો ટ્રેન પણ દોડતી થઇ હતી. જ્યારે તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારે આ મેટ્રો ટ્રેન છેલ્લા 17 વર્ષમાં ફેઝ-1ના કુલ 39.25 કિ.મી.માંથી માત્ર 6.5 કિમીનું જ કામ થયું છે,

જ્યારે મેટ્રોની પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી ગઇ છે. અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003નો પ્રોજેક્ટ વિચારણામાં આવ્યો હતો, જેને 17 વર્ષ થઈ ગયાં છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રોનો ખર્ચ 6700 કરોડ અંદાજવામાં આવ્યો છે, પરંતુ જો એમાં પણ વિલંબ થશે તો આ કોસ્ટ વધીને રૂ. 10 હજાર કરોડ થવાની સંભાવના છે.આ પ્રોજેક્ટ અમલમાં મુકાયા બાદ મેટ્રો રેલનું કામ 2018માં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ હતો, પરંતુ અત્યારસુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઇ ચૂકી છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નક્કી કરવામાં આવી હતી. બીજી વખત જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી.2014માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે એટલો ખર્ચ વધી રહ્યો છે. હવે કંપનીએ 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો ટાર્ગેટ રાખ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article