ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરીબોટ સેવા ખરાબ હવામાનને લીધે બંધ કરાઈ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2023 (13:22 IST)
Passenger ferry service between Okha-Bet Dwarka suspended due to bad weather

યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે અચૂકપણે ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરીબોટ સેવાનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ આજે ભારે પવન હોવાથી પાણીમાં પણ કરંટ જોવા મળ્યો હતો. જેના લીધે ફેરીબોટ સેવાની સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા હાલ પૂરતો ફેરીબોટ સેવાને બંધ કરી દેવાઈ છે.

ભારે પવન અને ભારે મોજા હોવાથી બોટને જેટી પર લંગારવામાં મુશ્કેલી આવી રહી હતી અને બહારગામથી પધારતા ભક્તોની સુખાકારી માટે જીએમબી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરીથી પવનની ગતિ શાંત થતા ફેરીબોટ પુ:ન શરૂ કરી દેવામાં આવશે તેવું ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઓખા બંદર ખાતે હાલમાં દરીયાના પાણીમાં જોવા મળતાં કરંટ અને ભારે પવનને લીધે પ્રતિકૂળ વાતાવરણ ન હોય મુસાફરોની સલામતી કાજે ઓખા બેટ દ્વારકા વચ્ચે યાત્રીકોના અવર-જવર માટે ચાલી પેસેન્જર ફેરીબોટ સેવાને બંધ કરવામાં આવી છે. વાતાવરણમાં સુધાર થયે આ પેસેન્જર ફેરીબોટ સર્વિસ પુનઃ રાબેતા મુજબ કરાશે એમ મેરીટાઈમ બોર્ડની યાદીમાં જણાવાયું છે

સંબંધિત સમાચાર

Next Article