પાકિસ્તાન મેરીને ભારતીય જળસીમામાંથી 4 બોટ સહિત 24 માછીમારોનું અપહરણ કર્યું

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (14:52 IST)
પાકીસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય જળસીમામાંથી 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કર્યુ છે. છેલ્લા 10 દિવસમાં અપહરણની આ ચોથી ઘટના છે. ગત ૩૦મી ઓકટોબરના રોજ પાકિસ્તાને ૬૮ માછીમારોને કરાંચીની લાંડી જેલમાંથી મુક્ત કર્યા હતા. આ અંગે મળતી માહિતીનુસાર ભારતીય જળસીમામાં જખૌ નજીક દરિયામાં પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીના જવાનોએ ફાયરિંગ કરીને માછીમારોને ડરાવી બંદૂકના નાળચે ઓખાની ચાર બોટ અને ૨૪ માછીમારોને ઉઠાવી ગયાની ઘટના બનતા ભારે રોષ વ્યાપી ગયો છે. ગત તા. ૭મીએ પોરબંદરની પ બોટ અને ૩૦ માછીમારોના અપહરણ કર્યાની ઘટના પણ બની હતી. એક અઠવાડિયા પહેલા બનેલા આ બનાવ બાદ ફરી જખૌ નજીક ભારતીય જળસીમામાં ચાંચિયાઓની જેમ પાક.મરીન એજન્સીના સિકયુરિટી જવાનોએ ભરી બંદૂકે ધસી આવી ઝૂમખામાં માછીમારી કરી રહેલા માછીમારોની બોટો પૈકી ઓખાની ચાર બોટોના અપહરણ કરી જતા માછીમારોમાં ભય છવાઈ ગયો છે.  

સંબંધિત સમાચાર

Next Article