પોલીસના મુજબ આદ્લના ઘરમાં મોટી માત્રામાં આઈઈડી મુક્યુ હતુ એવામાં પોલીસે એક્શન લેતા તેમા બ્લાસ્ટ કરી દીધો. આ ધમાકો એટલો તેજ હતો કે આદિલનુ આખુ ઘર ધ્વસ્ત થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે અનંતનાગ પોલીસે લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના ત્રણ આતંકવાદીઓ આદિલ હુસૈન થોકર, અલી ભાઈ અને હાશિમ મૂસા પર 20 લાખ રૂપિયાનુ ઈનામ મુક્યુ છે. પોલીસને શંકા છે કે પહેલગામના બૈસરનમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલામાં ષડયંત્ર રચવામાં આ ત્રણેય સામેલ હતા.
મળતી માહિતી મુજબ આતંકી થોકર વર્ષ 2018માં અટારી-વાઘા સીમા દ્વારા પાકિસ્તાન ગયા હતા. બની શકે છે કે એ દરમિયાન તેમણે ત્યા ટ્રેનિંગ લીધી હતી. ગુપ્ત સૂત્રોનુ માનો તો તેણે તાજેતરમાં જ થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરી હતી અને તેમને જરૂરી સામાન પુરો પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિશસ્ત્ર પર્યટકો પર ગોળીઓ વરસાવી હતી. આ અતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. મરનારાઓમા બે સૈન્ય અધિકારી પણ સામેલ છે. બંને પોત પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા જમ્મુ-કાશ્મીર ગયા હતા.