SVPમાં એડમિટ કોરોના પોઝિટિવ 46 વર્ષીય મહિલાનું મોત, અમદાવાદમાં બીજા વ્યક્તિનું મોત

Webdunia
શનિવાર, 28 માર્ચ 2020 (17:30 IST)
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.અમદાવાદમાં કોરોના પોઝિટિવથી આજે મળીને કુલ બે મોત થયા છે,  કોવિદ 19ની દર્દી એવી 46 વર્ષીય મહિલાએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તેને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.અમદાવાદમાં અનેક લોકોને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટમાં હોમ ક્વોરેન્ટાઇન કરાયેલી એક વ્યક્તિ ફ્લેટની નીચે ઉભેલો હતો તેને બહાર ન નીકળવા સૂચના હોવા છતાં બહાર નીકળતા રહીશોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. પોલીસે 54 વર્ષીય વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article