જી 7 સમિટમાં PM નરેન્દ્ર મોદીએ "વન અર્થ, વન હેલ્થ" નો આપ્યુ મંત્ર જર્મનીની ચાંસલરએ કર્યુ જોરદાર સમર્થન

Webdunia
રવિવાર, 13 જૂન 2021 (08:04 IST)
G7 Summit- જી 7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લેતા તેમના સંબોધનમાં "વન અર્થ, વન હેલ્થ" નો મંત્ર આપ્યુ છે. જર્મનીની ચાંસલર એંજલા મર્કેલએ ખાસ રૂપથી પીએમના આ મંત્રનો ઉલ્લેખ કર્યુ અને તેનો મજબૂત સમથન  આપ્યુ. આ સમિટમાં મોદીએ વર્ચુઅલી ભાગ લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનના આમંત્રણ પર ડિજિટલ માધ્યમથી આ સમ્મેલનમાં હાજરી આપી રહ્યા છે.
 
 
આ સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ટ્રીપ્સ છૂટને અંગેની પીએમ મોદી સાથેની ચર્ચાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સમિટ દરમિયાન ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારત જેવા રસી ઉત્પાદકોને કાચો માલ આપ્યો હતો જેથી આખી દુનિયામાં મોટા પાયે વેક્સીન ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય. 
 
પીએમ તેમના સંબોધનમાં વૈશ્વિક સ્વાસ્થ્ય સુધારવાના વૈશ્વિક સામૂહિક પ્રયત્નોને પણ ટેકો આપ્યો. વડા પ્રધાન WTO માં રસી પેટન્ટ્સમાં છૂટ માટે G -7 નો ટેકો માંગ્યો. પી.એમએ સંમેલનને સંબોધન કર્યા પછી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કોવિડ -19 ના બીજા લહેરના દરમિયાન ટેકો આપનારા દેશોનો આભાર. તેમણે કહ્યું હતું કે ભારતમાં આવું કોઈ રોગચાળાને ઉબરવા વૈશ્વિક પ્રયાસોને સમર્થન આપે છે. માનવતા પ્રત્યેનો અમારો સંદેશ "વન અર્થ, વન હેલ્થ"  છે.
 
જણાવીએ કે 13 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમ દ્વારા જી -7 શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આ વખતે બ્રિટન આ સમિટની અધ્યક્ષતામાં છે અને ભારત, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ 
આફ્રિકાને જી -7 સમિટમાં આમંત્રણ અપાયું છે. જી -7 માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુએસ અને યુકે તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
 
આ વખતે સમિટની થીમ 'સસ્ટેનેબલ સામાજિક-ઔદ્યોગિક પુન:સ્થાપન' છે. આ બીજી વખત છે જ્યારે વડા પ્રધાને જી -7 બેઠકમાં ભાગ લીધો છે. વર્ષ 2019 માં, જી -7 ફ્રાન્સના અધ્યક્ષ સ્થાને હતો.
ભારતને સમિટમાં આમંત્રણ અપાયું હતું. વડા પ્રધાને આ પરિષદના 'આબોહવા જૈવ વિવિધતા અને મહાસાગર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' સંબંધિત સત્રોમાં ભાગ લીધો હતો.

સંબંધિત સમાચાર

Next Article