વડોદરા બાદ મહિસાગરની સુજલામ સુફલામ કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (14:43 IST)
- 2 વિદ્યાર્થી ડૂબતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ
- મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થી ડૂબ્યાં
- બાળકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયા બોલાવાયા
 
Mahisagar childrens drown- વડોદરામાં હરણી ખાતેના તળાવમાં અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. ત્યારે મહિસાગરમાં પણ એક દુર્ઘટના પ્રકાશમાં આવી છે. મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થી ડૂબ્યાં હોવાની ઘટના બની છે. આ વિદ્યાર્થીઓ વડગામ પ્રાથમિક શાળામાં ભણી રહ્યાં હતાં. શાળામાં અભ્યાસ કરીને ઘરે જતાં આ ઘટના બની હતી.

કેનાલમાં ડૂબી જનાર બંને બાળકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયા બોલાવાયા અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગરની સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થી ડૂબતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

આ ઘટના ખાનપુરના વડાગામ પાસેની હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકો વડાગામ પ્રાથમિક શાળાના વિધાર્થી હોવાનું સામે આવ્યું છે. તેમજ તે મકનના મુવાડા ગામના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ તરવૈયા બોલાવ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સંબંધિત સમાચાર

Next Article