આંખોમાંથી આંસૂ સાથે નીકળી નીતિન પટેલના દિલની વાત, CM ન બનાવવાના સવાલ પર ભાવુક થયા

Webdunia
સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (12:29 IST)
ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી બીજેપીએ હવે તેમના સ્થાન પર સીએમના રૂપમાં પહેલીવારના ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા છે. આજે બપોરે 2.20 વાગે તેઓ સીએમ પદની શપથ લેવાના છે. આ દરમિયાન રાજ્યના ડિપ્ટી સીએમ નિતિન પટેલ સવારે સીએમ પદ ન મળવાથે નારાજ થવાની વાતનો જવાબ આપતા ભાવુક થઈ ગયા. તેમની જીભ કહી રહી હતી કે તેઓ સીએમ પદ ન મળવાથી નારાજ નથી પણ દિલની વાત આંખોમાં આસુ વહીને નીકળી. ભાવુક થતા નીતિનભાઈ પટેલે કહ્યુ કે હુ 6 વારનો ધારાસભ્ય રહી ચુક્યો છુ. મારા માટે જ્યા સુધી આપ સૌના દિલમાં સ્થાન છે ત્યા સુધી હુ કાયમ રહીશ.  

<

Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV

— ANI (@ANI) September 13, 2021 >
 
નિતિન પટેલે કહ્યુ, કોઈ સંત, સ્વામી કે બ્રાંડનુ જ્યા સુધી જનતા વચ્ચે ડિમાંડ રહે છે ત્યા સુધી તે કાયમ રહે છે. નિતિન પટેલે કહ્યુ કે કોઈપણ માણસ લોકોનો વિશ્વાસ જીતીને જ મોટો થઈ શકે છે. કોઈને પણ પોતાના બગલમાં મુકીને કોઈ નેતા મોટો નથી બની શકતો.  તેમણે કહ્યુ કે હુ 6 વારથી ધારાસભ્ય રહ્યો છુ અને આ લોકોનો આશીર્વાદ જ છે. જો કે તેઓ આ બધુ કહેતા ભાવુક થઈ ગયા.  તેમનો અવાજ ભરાય ગયો અને આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પટેલે કહ્યુ હુ દુખી નથી, હુ ત્યારથી બીજેપીમાં કામ કરી રહ્યો છુ જ્યારે હુ માત્ર 18 વર્ષનો હતો અને કરતો રહીશ. ભલે મને પાર્ટીમાં કોઈ પોઝિશન મળે કે ન મળે. હુ પાર્ટીમાં લોકોની સેવા કરતો રહીશે. 
 
સવારે જ ભૂપેન્દ્ર પટેલ મળવા પહોંચ્યા, પગે લાગીને લીધા આશીર્વાદ 
 
ભૂપેન્દ્ર પટેલને પોતાના જૂના અને પારિવારિક મિત્ર ગણાવતા નીતિન પટેલે તેમને શુભેચ્છા પાઠવી હતી.  પટેલે કહ્યું કે ભૂપેન્દ્રને શપથ લેતા જોઈને મને આનંદ થશે. તેમણે જરૂર પડે તો મારું માર્ગદર્શન લેવાની વાત કરી છે. આ પહેલા ભૂપેન્દ્ર પટેલ પોતે સવારે નીતિન પટેલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા અને પગે પડીને તેમના આશીર્વાદ લીધા હતા. બંનેયે મીડિયા સામે આવીને વાત કરી અને નીતિન પટેલ પણ નવા નિમાયેલા મુખ્યમંત્રીને દરવાજા સુધી છોડવા પણ આવ્યા.
 
અમિત શાહને રિસિવ કરવા નીતિન પટેલ એરપોર્ટ પર જશે
 
આ દરમિયાન નીતિન પટેલે કહ્યું છે કે તેઓ એરપોર્ટ  પર ગૃહમંત્રી અમિત શાહને લેવા માટે પહોંચી રહ્યા છે. ભપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં અમિત શાહ આવી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ  ઉપરાંત મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે. હાલમાં ભૂપેન્દ્ર પટેલ એકલા જ શપથ લેશે. તેમના સિવાય જો નવા મંત્રીઓ અને ડેપ્યુટી સીએમ તરીકે કોઈ ફેરબદલ થાય છે, તો તેમને પછી શપથ લેવડાવવામાં આવશે
 

સંબંધિત સમાચાર

Next Article