12 વર્ષ નો જિનેશ ફેરારી કાર માં દીક્ષા મુહર્ત લેવા પહોંચ્યો જિનાલય

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2019 (18:47 IST)
સુરતમા જાણે દિક્ષા લેવાનો ટ્રેન્ડ શરુ થયો હોય તેવુ લાગી રહ્યુ છે. બાર વર્ષના જીનેશએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરી લેતા આજે ફેરારી કારમા તે દિક્ષા મુહુર્ત માટે જીનાલય ખાતે પહોંચી ગયો હતો. ઢોલ નગારા સાથે વાચતા ગાજતા પરિવારજનો જીનાલય ખાતે પહોંચી દિક્ષા મુહુર્તનો સમય લીધો હતો.
 
સુરતના અઠવાગેટ વિસ્તારમા રહેતા વિમલ પરીખ ટાઇલ્સની કંપનીમા માર્કેટિંગ કરે છે. વિમલભાઇનો 12 વર્ષીય પુત્ર જિનેશએ 10 વર્ષની ઉંમરમા જ સંયમનો માર્ગ લેવાનો નિર્ણય કરી લીધો હતો.ધોરણ પાંચનો અભ્યાસ કર્યા બાદ જિનેશ જૈનમુનિના સાનિધ્યમા રહેવા લાગ્યો હતો. બે વર્ષથી જૈનમુનિ સાથે વિવિધ સ્થળો પર ફરી આખરે 12 વર્ષની ઉમરે તેને સંયમનો માર્ગ અપનાવી દુનિયાની મોહમાયા છોડવાનુ નક્કી કરી લીધુ હતુ. આજે જિનેશ તેના પરિવારજનો સાથે દિક્ષા મુહુર્ત લેવા માટે જીનાલય જૈન મુનિ પાસે પહોંચ્યા હતા. જો કે તે પહેલા ઘરેથી વરઘોડા સાથે જિનેશનું સ્વાગત કરાયુ હતુ, તથા જીવનમા છેલ્લા મોજશોખ પુરા કરવા માટે તેના પિતાએ ફેરારી કારમા તેનો વરઘોડો કાઢયો હતો. સંયમના માર્ગ પર જનાર જિનેશના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી હતી. તેને જણાવ્યુ હતુ કે જીવનનુ સાચુ સુખ ગુરુજીના ચરણોમા જ છે.

સંબંધિત સમાચાર

Next Article