નર્મદા: નર્મદા ડેમની સપાટી 131 મીટરે પાર થતા ડેમના 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડ્યા બાદ ડભોઇના ચાંદોદ ગામને એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે મહાલરાવ ઘાટ પાણીમાં ડૂબતા તંત્રએ લોકોને એલર્ટ કરી દીધા છે. તો બીજી તરફ આ પાણી કરનાળી ગામના અનેક વિસ્તારોમાં પ્રેવશી જતા લોકો ચિંતત બન્યા છે.
ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નર્મદા ડેમના દરવાજા ખોલતા ત્રણ જિલ્લાઓને વધુ અસર થવાની ભીતી સેવાઇ રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાના પગેલ વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના 20 ગામો પરિસ્થિતિને કારણે એલર્ટ કરાયા છે. સવારેથી ડિઝાસ્ટરની ટીમ મોનીટરીંગ શરૂ કરી દીધુ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડ્યા ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વડોદરા જિલ્લા તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામો ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ ગામના તલાટી અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે