જૂનાગઢમાં વચ્ચેથી જ આ રીતે તૂટી ગયો પુલ, કોઈ જાનહાનિ નહી

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (09:12 IST)
ગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદને કારણે તૂટી ગયો પુલ  દુર્ઘટના દરમિયાન પુલ પરથી અનેક ગાડીઓ પસાર થઈ રહી હતી.  માહિતી મુજબ આ દરમિયાન કાટમાળમાંઅનેક ગાડીઓ દબાઈ છે. જૂનાગઢના ડીએમ ઓફિસે ટ્વીટ કરી તેની માહિતી આપી. ટ્વીટમાં બતાવાયુ છે કે દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
સાસણ જતા રોડ ઉપર મેંદરડા નજીકનો સાબલીયા પુલ આજે સાંજે છ વાગ્યાના અરસામાં ધરાસાઈ થઇ પડયો હતો, ત્યારે આ સમયે પુલ ઉપરથી પસાર થતી ત્રણ કાર પણ પુલની સાથે નીચે ખાબકી હતી, જેથી કારમાં બેઠેલા મુસાફ્રો ચિચિયારી પાડવા લાગ્યા હતા. અને પુલની બને તરફ વાહન વ્યવહાર થભી ગયો હતો. ઘટનાના પગલે અન્ય વાહન ચાલકોએ તુરંત 108 અને પોલીસને જાણ કરતા બચાવ માટે તંત્ર દોડયું હતું. પરંતુ ટ્રાફ્કિજામના લીધે સમયસર પહોચી નહી શકતા અંતે આસપાસના ગામના લોકો અને વાહન ચાલકોએ ટ્રકમાંથી દોરડા કાઢીને બચાવ કામગીરી કરી હતી.

એક કાર પુલ ઉપર લટકતી હાલતમાં હતી, તેમાંથી બાળકોને બચાવ્યા હતા. આજે રવિવારના લીધે સાસણ તરફ ફ્રવા ગયેલા પર્યટકોની આ કાર હતી. જે કારમાં નુકશાની પહોચી હતી. બચાવેલા 10 થી 12  મુસાફ્રોમાંથી પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને 108 માં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સાસણ તરફ જતા વાહન ચાલકોએ દેવળિયાનો દરવાજો ખોલાવીને ફ્રી ફ્રીને ટ્રાફ્કિ હળવો કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article