ઉદ્ધવ ઠાકરેની ચેતવણી - નિયમોનુ પાલન ન કર્યુ તો મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાગુ થશે

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (12:14 IST)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસો અને લોકડાઉન વિશે કહ્યું છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિનો અંદાજ લગાવી રહી છે. જો અમને લાગ્યું છે કે છૂટ આપવી એ જીવલેણ સાબિત થઈ શકે છે, તો અમને  ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો ફરીથી લોકડાઉન લાગુ કરી શકાય છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'કોરોનાનો ખતરો હજી ટળ્યો  નથી, તેથી જો ભીડ લગાવતા રહેશો તો લોકડાઉન વધુ લંબાવી શકાય છે. જે છૂટ આપી છે તેને બરબાદ ન કરો અને નિયમોનું પાલન કરો. 
 
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર આપવા જઈ રહી છે. પ્રજા સરકારની વાતોનું પાલન કરી રહી છે, કારણ કે તેઓ જાણે છે કે સરકાર જે કરી રહી છે તેમાં અમારુ હિત છે. 
 

સંબંધિત સમાચાર

Next Article