મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં બહુમત સાબિત કર્યો., ભાજપે કર્યું વૉકઆઉટ

શનિવાર, 30 નવેમ્બર 2019 (14:25 IST)
મંત્રીપદના શપથગ્રહણ બાદ આજે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકારની પહેલી પરીક્ષા હતી.
આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટ યોજાયો, જેમાં ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં બહુમત સાબિત કર્યો.
ભાજપે વૉકઆઉટ કર્યું હતું અને ગૃહમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં વિશ્વાસમતમાં આપ્યો હતો.
 
કૉંગ્રેસનાં નેતા અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેની સરકારનો વિશ્વાસ પ્રસ્તાવ રાખ્યો. આ પ્રસ્તાવમાં એનસીપીનાં નવાબ મલિક અને શિવસેનાનાં સુનીલ પ્રભુને મંજૂર કર્યો હતો. વિશ્વાસ મત પ્રસ્તાવ અંતર્ગત પહેલા તમામ સભ્યોનાં મંતવ્ય જાણવામાં આવ્યા અને પછી તેમની ગણના થઈ.
 
 
4 સભ્યોએ પ્રસ્તાવની વિરુદ્ધ કે તરફેણ કરવાને બદલે તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું.
 
આમ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી 'મહા વિકાસ અઘાડી' સરકારે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને 4 સભ્યોએ તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું.
 
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "વિધાનસભાનું આ સત્ર નિયમ પ્રમાણે નથી. આ સત્ર વંદે માતરમના ગાન વગર શરૂ થયું છે, જે નિયમોનું ઉલ્લંઘન છે."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર