એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ, 60 લાખના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (11:51 IST)
અમદાવાદ ક્રાઇમ પોલીસે એમડી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રવિવારે ત્રણ વ્યક્તિઓની 60 લાખ રૂપિયા ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં મુંબઇ અને ગોવાથી અમદાવાદમાં મોટાપાયે નશીલા પદાર્થોની તસ્કરી થતી હોવાનો ખુલાસો કર્યો છે. 
 
ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની નજીક ત્રણ વ્યક્તિઓ નશીલા પદાર્થ સાથે આવવાના છે. જેના આધારે પોલીસની એક ટીમ પહેલાં જ ત્યાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન નજીક બે વ્યક્તિઓ આવ્યા, પોલીસ બંનેને અટકાવ્યા અને પૂછપરછ કરી. પોલીસે શંકાના આધારે તલાસી લેતાં બંને પાસેથી 400 ગ્રામ ડ્રગ્સના ચીન પેકેટ મળ્યા. બજારમાં તેની કિંમત 60 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. 
 
પૂછપરછ દરમિયાન બંને ઓળખ અઝહર અને ફૈજલ ખાન તરીકે કરવામાં આવી છે તે અમદાવાદના કોટ વિસ્તારમાં રહે છે. બંનેને સ્વિકાર્યું કે ગોવા અને મુંબઇથી મોટાપાયે ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે. આ બંને તેના મિત્રના કહેવા પર ડ્રગ્સની ડિલીવર આપવા માટે આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછના આધાર પર મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હાલ ત્રણેય રિમાન્ડ પર છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં યુવાધન નશાનું આદી થઇ રહ્યું છે. નશામાં યુવાનોની બરબાદી ખુલ્લેઆમ વેપાર થઇ રહ્યો છે. પોલીસ પણ તેને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. જેના લીધે યુવકો દ્વાર ફક્ત 50-100 રૂપિયા માટે ચોરી, લૂંટ, મારઝૂડ અને ચેન સ્નેચિંગના કેસ પોલીસ મથકમાં નોંધાઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article