વડોદરા સમાચાર - ગાર્ડન-પાર્ક ફરી ખુલતા વૉકિંગ કરતા લોકોએ ફોડ્યા ફટાકડા

Webdunia
ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (20:04 IST)
ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ સાથે દુનિયાના બીજા નંબરનો દેશ બની ગયો છે. પ્રથમ નંબર પર અમેરિકા છે.  પણ કોરોના મામલાના વધતા આંકદા સાથે દેશ અનલૉક તરફ પણ વધી રહ્યુ છે. હવે મોલ, જિમ, મેટ્રો વગેરે ખુલી ચુક્યા છે. લોકો ન્યૂ નોર્મલવાળી જીંદગીમાં સેટ થઈ રહ્યા છે. પણ તાજેતરમાં જ જ્યારે વડોદરામાં પાંચ મહિના બંધ રહેલુ પાર્ક અને ગાર્ડન ખોલવામાં આવ્યુ તો જોગર્સ અને મોર્નિગ વોકર્સ એ ફટાકડા ફોડીને પોતાની ખુશી બતાવી, જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ટ્વિટરની જનતા તેમને Covidiots કહી રહી છે. 
 
 
આ વીડિયો એએનઆઈએ શેયર કર્યો છે.  તેમણે લખ્યુ, ગુજરાત સયાજીબાગ ગાર્ડન પર જોગર્સ અને મોર્નિંગ વોકર્સએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ પછી વડોદરામાં પાર્ક અને ગાર્ડન ખોલવાની ખુશીમાં ફટાકડા ફોડ્યા.  ઘણાને આ સેલિબ્રેશન ગમ્યુ નહી. લોકોએ પુછ્યુ સોશિયલ ડિસ્ટેસિંગ ક્યા છે ? અને ફટાકડા કેમ ફોડ્યા ? 

સંબંધિત સમાચાર

Next Article