સોમનાથ મંદિરના પ્રસાદની આવક 7 કરોડને આંબી ગઈ

Webdunia
બુધવાર, 16 મે 2018 (14:50 IST)
સોમનાથ મંદીરમા ભાવિકોને અપવામાં આવતા પ્રસાદની આવક હવે 7 કરોડથી પણ વધુ નોંધાઇ છે. સોમનાથ મંદીરમા દર્શનાથે વર્ષ દરમિયાન  90 લાખથી વધુ ભાવીકો આવતા હોય છે. મંદીરમાં ભાવીકો માટે વિવિધ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મગજના લાડું, ચીકી, માંડવી પાક, દેશી લાડું એમ ચાર વસ્તુઓ પ્રસાદ તરીકે કરવામા આવી છે જેમા વર્ષ દરમિયાન  7 કરોડથી વધુ પ્રસાદની આવક નોંધાઇ છે. આ પ્રસાદ બનાવવા માટે મંદીર પરીષરમાં જ ટ્રસ્ટ દ્રારા વ્યવસ્થા કરાઇ છે  હાઇજેનીક પ્રસાદ ભાવીકોને મળે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પ્રસાદ બનાવવા માટે અમૂલ કંપનીનુ શુધ્ધ ઘી તેમજ અન્ય નામાંકીત કંપનીઓની ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવી રહ્યો છે. પ્રસાદ બનાવનાર સ્ટાફને પણ સેફ્ટી ગ્લોવ્ઝ પહેરીને, સ્વચ્છતા અંગે પણ પુરતી તકેદારી  રાખવામાં આવે છે. આ પ્રસાદ મંદીર પરીષરમાં જ અલગ-અલગ ચાર જેટલા કાઉન્ટરો રાખી આપવામાં આવે છે. સોમનાથ મંદીર ખાતે જ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સેમીનાર યોજાયો હતો  જેમાં દિલ્હી, તથા ગુજરાત માથી આવેલા ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ એ પણ સોમનાથ મંદીર પરીષરમા બનતા આ પ્રસાદની જગ્યાની મુલાકાત લીધેલ હતી અને તેમની પ્રશંસા કરેલ હતી. દેશ અને વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે સોમનાથ મહાદેવના પ્રસાદનું ખૂબ જ મહત્વ હોય છે અને માત્ર પ્રસાદથી જ તેઓ ધન્ય બને છે તેમજ તેમના સ્નેહીજનો માટે હજ્જારો  કિમી દૂરથી પ્રસાદ લઇને આવે છે ત્યારે લાંબો સમય પ્રસાદ જે તે સિથતી મા જ રહે તે માટે પેકીંગથી લઇને તમામ પ્રકારની સાવચેતી સોમનાથ ટ્રસ્ટ દ્રારા રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article