રાજકોટમાં એક સગીર સહિત 5 શખસે એકબીજા પર જ ધોકા ફટકાર્યા, વીડિયો વાયરલ

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2022 (15:50 IST)
રાજકોટ શહેરમાં યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં મનોરંજનના બદલે ગુનો કરી બેસતાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક સગીર સહિત 5 શખસે પ્રથમ બાઈક પર જતા હોય અને અચાનક એકબીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જે અંગે વીડિયો વાઇરલ થતાની સાથે જ માલવિયાનગર પોલીસે બે શખસની ધરપકડ કરી વીડિયોમાં દેખાતા અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જેમાં એક સગીરનો સમાવેશ થાય છે.રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર બાઇક ચલાવી જતા અને બાદમાં અચાનક સાઈડમાં વાહન ઉભું રાખી એકબીજા પર ધોકા વડે હુમલો કરતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાની સાથે જ પોલીસે આ તમામની ઓળખ મેળવી હતી. બાદમાં બે શખસ સાગર ડોડીયા અને અભિષેક હરણેશાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ધોકા વડે એકબીજાને માર મારી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યાની કબૂલાત આપી હતી. જ્યારે અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે.ACP જે.એસ. ગેડમે જણાવ્યું હતું કે, એક વીડિયો વાઇરલ થયો હતો. જેની અંદર બે પક્ષના લોકો મારામારી કરતા જોવા મળે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ પણ કરવામાં આવ્યો છે. આ આરોપીઓની ઓળખ મેળવી માલવિયાનગર પોલીસે ધરપકડ કરી છે. આની અંદર પાંચ આરોપી છે જેમાં એક સગીર વયનો છે. તેમજ 2 આરોપીની ધરપકડ કરી છે. સાગર અને અભિષેકની ધરપકડ કરે છે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. આવા વીડિયો માટે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકવા ન જોઇએ.

સંબંધિત સમાચાર

Next Article