આજે રાજ્યમાં કોરોના 5677 નવા કેસ નોંધાયા તો ઓમિક્રોનના 12 કેસ, અત્યાર સુધી આટલા લોકોના થયા છે મોત

Webdunia
શનિવાર, 8 જાન્યુઆરી 2022 (20:11 IST)
ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 5677 કેસ સામે આવ્યા છે. આજે એકપણ વ્યક્તિનું નિધન થયું નથી. કોરોનાની સારવાર બાદ 1359 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 32 કેસ પણ સામે આવ્યા છે. ગુજરાતના 31 જિલ્લામાંથી કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 55 હજાર 929 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 22 હજાર 900 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ
 
અમદાવાદ કોર્પોરેશનમાં 2521
સુરત કોર્પોરેશનમાં 1578
વડોદરા કોર્પોરેશનમાં 271
રાજકોટ કોર્પોરેશનમાં 166
ગાંધીનગર કોર્પોરેશનમાં 51
ભાવનગર કોર્પોરેશનમાં 62
જાનમગર કોર્પોરેશનમાં 53
જુનાગઢ કોર્પોરેશનમાં 36
વલસાડમાં 116
આણંદમાં 87 
ખેડામાં 64
સુરતમાં 83
કચ્છમાં 63
રાજકોટમાં 91
ભરૂચમાં 41
નવસારીમાં 26
મહેસાણામાં 41
વડોદરામાં 38
ગાંધીનગરમાં 30
મોરબીમાં 26
અમદાવાદમાં 46
સાબરકાંઠામાં 8
અમરેલીમાં 19
બનાસકાંઠામાં 14 
દાહોદમાં 21
પંચમહાલમાં 13
ભાવનગરમાં 13
અરવલ્લીમાં 8
દેવભૂમિ દ્રારકામાં 13
જામનગરમાં 10
મહિસાગરમાં 10
ગીર સોમનાથમાં 9
સુરેન્દ્રનગરમાં 13 
નર્મદામાં 6
તાપીમાં 5 
પાટણમાં 2
જુનાગઢમાં 4
છોટા ઉદેપુરમાં 5 
ડાંગમાં 3
પોરબંદરમાં 3
 
આમ કુલ રાજ્યમાં 5677 કેસ નોંધાયા છે જેમાં સુરતમાં એકનું મોત થયું છે. 
 
રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ કેસ નહી
 
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 12 ઓમિક્રોનના કેસ નોંધાયા છે જ્યારે, વડોદરા શહેરમાં 5, આણંદમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2, રાજકોટમાં 1, બનાસકાંઠામાં 1, કચ્છમાં 1, અમદાવાદ ગ્રામ્યમાં 1, અમરેલીમાં 1 એમ કુલ 32 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 236 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 167 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે. 
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ 
 
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 22901 થઈ ગઈ છે. જેમાં 25 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 822900 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 3,07,013 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 30 લાખ 25 હજાર 350 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 96.14 ટકા થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

Next Article