દેશમાં પંજાબ, ઉત્તરાખંડ સહિતના 5 રાજ્યોની આ વર્ષની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે 10 માર્ચે જાહેર થશે. ચૂંટણી પંચે અગાઉ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકોને cVIGIL એપનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. જો ચૂંટણીમાં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો તેની ફરિયાદ આ એપ પર નોંધાવી શકાશે. આ એપ 3 વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. કેવી રીતે આ એપની મદદથી ટ્રાન્સપરન્સી લાવી શકાય છે.