'ભિક્ષા નહીં શિક્ષા’ ના સૂત્ર તરફ કામ ‘સિગ્નલ સ્કૂલ’ ની જાહેરાત

શનિવાર, 8 જાન્યુઆરી 2022 (13:25 IST)
‘ભિક્ષા નહીં શિક્ષા’ (Bhiksha nahi Shiksha) ના સૂત્ર તરફ કામ કરવા માટે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે (Ahmedabad Municipal School Board) ‘સિગ્નલ સ્કૂલ’ (signal schools) ની જાહેરાત કરી છે, જે સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલો (Traffic signals) પરના બાળકો માટે સરકારી બસોને મોબાઈલ સ્કૂલ (Mobile schools) માં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ છે. આ દરખાસ્ત, નાણાકીય વર્ષ 2022-23 માટે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડના અંદાજિત રૂ. 887 કરોડના ડ્રાફ્ટ બજેટ (draft budget) નો એક ભાગ છે.
 
આ યોજના અંતર્ગત દરેક સિગ્નલ સ્કૂલ હેઠળ 15-20 બાળકોને આવરી લેવાની દરખાસ્ત કરાઈ છે. આ માટે એએમટીએસની બસને સ્કૂલમાં તબદીલ ખરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની આવી એક બસમાં લગભગ 15-20 બાળકો અને 2 શિક્ષકો હશે.
 
શાળાઓના નવીનીકરણની સાથે મોડેલ સ્કૂલ, હાઈટેક સ્કૂલ અને સિગ્નલ સ્કૂલની સંયુક્ત સ્કીમ હેઠળ અંદાજિત રૂ. 35 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તબીબી તપાસ સહિત મ્યુનિસિપલ સ્કૂલોમાં આપવામાં આવતી અન્ય સુવિધાઓ સાથે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે અને એક વર્ષ પછી નજીકની શાળામાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.


આગામી સમયમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનોલોજીસભર વર્ગ વ્યવહાર-શૈક્ષણિક અધ્યયન-અધ્યાપન અનુભવો મળે, 'Fit India' મંત્રને સાર્થક કરવા માટે મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવી, “સ્વસ્થ બાળક, તંદુરસ્ત બાળક પ્રકલ્પ(પ્રોજેકટ)નો અમલ કરાવવામાં આવે. આત્મ નિર્ભર ભારત” અંતર્ગત વિદ્યાર્થીઓનાં કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન અત્યાધુનિક ટેકનોલોજીસભર મહત્તમ “અનુપમ શાળાઓના નિર્માણની પ્રતિબદ્ધતા તેમજ રાષ્ટ્રીય NMMS પરીક્ષા, પ્રાથમિક તથા માધ્યમિક શિષ્યવૃતિ જેથી “સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહત્તમ બાળકો ભાગ લે તે માટેનું વિશેષ આયોજન કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર