Heavy rain in gujarat- દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિહાર, ઝારખંડ, યુપી, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત સહિત અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે.
સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો. ઉમરપાડા તાલુકામાં એક જ દિવસની અંદર પોણા 6 ઈંચ વરસાદ વરસી ગયો. સુરત, નવસારી, વડોદરા, નિઝર, ગણદેવી જેવા વિસ્તારમાં પણ સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો . મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે 2.5 ઈંચ આસપાસ વરસાદ વરસ્યો.