21થી 22 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (14:53 IST)
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, ચોમાસું જતાં જતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરશે.
 
  પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 
વિભુ પટેલ, અમદાવાદ : પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
 હવામાન વિભાગના કહેવા પ્રમાણે 20 થી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અને 21 અને 22 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડશે. લો પ્રેશર સક્રિય થતાં મોજાની તીવ્રતા વધવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

 હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જિલ્લામાં વરસાદ પડશે. હવામાન વિભાગનું અનુમાન છે કે 21 અને 22ના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ થશે. 

 મહત્વપૂર્ણ છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 123 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 142 ટકા વરસાદ થયો છે. ઉતર ગુજરતમાં સરેરાશ 94 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 112 ટકા, સૌરાષ્ટ્રમા સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 133 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે. 

 આ વર્ષે ગુજરાતમાં તમામ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી ચોમાસું જતાં જતાં પણ જમાવટ કરશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article