ગુજરાત પોલીસમાં નવો નિયમ, પીએસઆઇને પીઆઇ બનવું હોય તો ટ્રક ચલાવતા આવડવું જોઇએ

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (13:47 IST)
રાજ્યના પીએસઆઇ જેમને તાજેતરમાં બઢતી મળવાની કાર્યવાહી ચાલી રહી છે તેવામાં પીએસઆઇને પીઆઇનુ પ્રમોશન લેવુ હોય તો તેમને ફોર વ્હિલર અને હેવી ટ્રક ચલાવતા આવડવું જોઇએ. તેવો પરિપત્ર ગાંધીનગરથી થતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રમોશન માટે લાઇટ મોટર વ્હિકલ અને હેવી મોટર વ્હિકલનુ ડ્રાઇવીંગ લાઇસન્સ નહી હોય અથવા તેની મુદત પૂર્ણ થઇ ગઇ હશે તો તેમને પીઆઇ તરીકે બઢતી આપવામા આવશે નહી. તેવો પરિપત્રા તાજેતરમાં ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામા આવ્યો છે. તેને લઇને પોલીસ ખાતામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


પીઆઇથી એસીપીની પ્રમોશન બાદ શહેર સહિત રાજ્યમાં પોલીસ ઇન્સ્પેકટરોની મોટી ઘટ સર્જાઇ છે. દરમિયાનમાં પીએસઆઇથી પીઆઇના પ્રમોશનની કાર્યવાહી ચાલી રહી છે તેવામાં ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે, ક્રમ ૧૩૭૨થી ૪૩૭૯ સુધીના બિન હથિયારી પીએસઆઇની બઢતી પસંદગી યાદી તૈયાર કરવા માટે માહિતી મોકલવી આપવા આદેશ કરાયો છે. તેની સાથે પીએસઆઇ પાસે એલએમવી અને એમ.એમવી લાઇસન્સ હોવું ફરજીયાત હોવાનુ જણાવવામાં આવ્યું છે. લાઇસન્સ ન હોય તેવા લોકોએ મેળવી લેવાની સમજ આપવામા આવી છે અને જો આમ કરવામાં નહી આવે તો બઢતી માટે વિચારણા કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, પોલીસ હવે લાઇસન્સ કઢાવવા માટે આરટીઓમાં દોઢધામ કરશે. આટલી ઉમરે હવે પોલીસ હેવી વ્હિકલ ચલાવાવના છે કે, પછી પોલીસ સ્ટેશન સંભાળવાના છે તેવી ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી છે.
Next Article