સુરત શિક્ષણ સમિતિની વેડરોડની સ્કુલમાં દરવાજા તૂટતા બે વિદ્યાર્થીને ઈજા

Webdunia
બુધવાર, 20 જૂન 2018 (17:12 IST)
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેડ રોડની મરાઠી માધ્યમની સ્કુલનો મેઈન ગેટ તૂટી પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. રીસેસમાં સ્કુલના વિદ્યાર્થીઓ સ્કુલના મેઈન ગેટ પર મસ્તી કરતાં હતા ત્યારે બનેલી દુર્ઘટના બની હતી. વિદ્યાર્થીઓ લટકતાં દરવાજો તુટી જતાં કામગીરી નબળી હોવાની ફરિયાદ થઈ રહી છે. ઘાયલ થયેલા બન્ને વિદ્યાર્થીઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવારની જરૂર લાગતા સમિતિ અધ્યક્ષ તેમને ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતા. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેડરોડ રૃપલસોસાયટી ખાતે આવેલી મહાત્મા જ્યોતિ ફુલે મરાઠી માધ્યમની શાળામાં આજે સવારે ૧-૧૫ વાગ્યાની રીસેસમાં એક દુર્ઘટના બની હતી. રીસેસમાં શાળાના વિદ્યાર્થીઓ દરવાજા પર લટકી રમતા હતા ત્યારે દરવાજો અચાનક તુટી પડયો હતો. દરવાજો તુટી પડતાં ધો. ૩માં અભ્યાસ કરતાં મહેશ અશોક પાટીલ અને દિવ્યેશ સંજય મોરેને પગ તથા માથાના ભાગે ઈજા થઈ હતી. દુર્ઘટના બન્યા બાદ ૧૦૮ને જાણ કરતાં ધાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે સ્મીમેર હોસ્પીટલ લઈ જવાયા હતા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ત્યાં પહોંચ્યા અને એક વિદ્યાર્થીને વધુ સારવારની જરૃર લાગતા મેયર સાથે ચર્ચા કરીને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સ્કુલમાં દરવાજો તુટી પડતાની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે. જોકે, વિદ્યાર્થીઓ લટકી મસ્તી કરતા હોય અને દરવાજો તુટી પડે તેવી ઘટના બાદ કામગીરી યોગ્ય ન થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વેડ રોડની મરાઠી માધ્યમની શાળામાં રીસેસના સમયે ગેટ તુટી પડવાની ઘટના સીસી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાળકો રીસેસમાં દરવાજા પાસે જાય છે અને એક વિદ્યાર્થી દરવાજો ખેંચે છે કે થોડી જ ક્ષણોમાં દરવાજો તુટી જાય છે અને દરવાજા નીચે બે વિદ્યાર્તીર્થીઓ દબાઈ જાય છે. દરવાજો તૂટી પડતાં વિદ્યાર્થીઓમાં ભાગદોડ થાય છે. સીસી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ છે કે દરવાજાને વિદ્યાર્થીઓએ વધુ હલાવ્યો પણ ન હતો તેમ છતાં અચાનક દરવાજો તુટી પડતાં કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભા થયાં છે. થોડા સમય પહલા એક સ્કુલમાં દરવાજો તુટી પડતાં વિદ્યાર્થીનું મોત થયું હતું વેડરોડની શિક્ષણ સમિતિની મરાઠી માધ્યમની સ્કુલમાં દરવાજો તુટી પડતાં બે વિદ્યાર્થીને ઈજા થતાં શિક્ષણ સમિતિની સ્કુલમાં ભુતકાળમાં થયેલી દુર્ઘટના પણ તાજી થઈ છે. થોડા સમય પહેલાં શિક્ષણ સમિતિની એક સ્કુલમાં ગેટ તુટી પડતાં ઘાયલ થયેલા વિદ્યાર્થીનું મોત થયું હતું. આ કિસ્સામાં બેદકારી બદલ જવાબદાર સામે પગલાં ભરવા માટે માગ થઈ હતી. આ માટે તપાસ થઈ હતી પણ સમય જતાં કિસ્સો ભુલાયો હતો. આ દુર્ઘટના બાદ તકેદારી ન રખાતા ફરી એક વાર ઘટના બની અને તેમાં બે વિદ્યાર્થીઓને ઈજા થઈ છે.
 
 

સંબંધિત સમાચાર

Next Article