૨૦૨૨ સુધીમાં ગુજરાત સરકાર ખેડૂતોની આવક ડબલ કરશે

Webdunia
મંગળવાર, 19 જૂન 2018 (11:48 IST)
વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં મળેલી નીતિ આયોગની ૪થી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં કૃષિ ક્ષેત્રે મનરેગાના વિનિયોગની ભલામણો માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિત કુલ સાત મુખ્યમંત્રીઓની એક સમિતિની રચના કરાઇ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ તમામ શક્યતાઓની તપાસ અને ભલામણો માટે કામ કરશે. સાત મુખ્યમંત્રીઓમાં પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, બિહારની નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશના એન. ચંદ્રાબાબુ નાયડુ તથા સિક્કિમના આમલિંગનો સમાવેશ થાય છે. આ સમિતિ કૃષિ ક્ષેત્રે વાવણી પહેલા અને પછીના સમયમાં મનરેગાનાં માધ્યમથી કૃષિ સંલગ્ન ગતિવિધિઓ થકી ખેડૂતોની આવકની વૃદ્ધિઓ અંગેનો અભ્યાસ કરશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારે જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતે મનરેગાનો ઇનોવેટીવ વિનિયોગ કરીને ખેડૂતોની આવક ડબલ કરવાનું જાહેર કર્યું છે. તાજેતરમાં જ ગુજરાતમાં સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ૩૨ નદીઓ પુન: જીવિત થઇ છે. ૧૩૦૦૦થી વધુ તળાવો ઉંડા થયા છે.

સંબંધિત સમાચાર

Next Article