સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી 1200 સાડીઓ જપ્ત કરાઈ

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:05 IST)
ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડીઓ બહાર પાડવામાં આવી હોવા અંગે કલેક્ટરને કરાયેલી ફરિયાદને અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી 1200 સાડીઓ જપ્ત કરવામાં આવી છે.  પોલીસે આ મામલે 4 વેપારીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં વિમલ હાઉસમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાતવતી સાડીઓને વેચવામાં આવતી હોવાનું અને વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેંસ પહોંચડવામાં આવી હોવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ સમસ્ત યુવા આંબેડકર સમાજ દ્વારા  આરોપીઓ સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સુરતમાં રિંગરોડ પર આવેલા વિમલ હાઉસ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડી વેચનારા 4 વેપારીઓની ધરપકડ કરી તેમની પાસેથી 1200 જેટલી આવી સાડીઓ જપ્ત કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article