ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. બંનેને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોને શાબાશી આપી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓને ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ આખી ઘટનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એક અન્ય એક આરોપી બશીર કાશ્મીરી નામક આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.