અંકલેશ્વરની GIDCમાં ધડાકા સાથે લાગી આગ, 1નું મોત, 5 કામદારોને દાઝ્યા

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (12:51 IST)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જીઆઇડીસી ખાતે હિમાની ઇન્ડસ્ટ્રીમાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગમાં 5જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા છે. જ્યારે એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આગની લાગી હોવાની ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 
 
મળતી માહિતી અનુસાર આ કંપની ગત મોડી રાત્રે રાસાણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થયો હતો. જેમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે 5 જેટલા કામગરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને જીપીસીબી દ્વારા ઘટનાની તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
અત્રે નોંધનીય છે કે ગત બુધવારે ભરૂચ જિલ્લાની એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ભીષણ આગ લાગતાં આઠ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે 50 લોકો દાઝી ગયા હતા. ગત 15 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં કંપનીમાં આગ લાગવાની ઘટના સર્જાઇ છે.

સંબંધિત સમાચાર

Next Article