ગૂગલે તે વ્યક્તિની તસવીરને બાળ નગ્નતા માનીને તેનું એકાઉન્ટ અને ઈમેલ બ્લોક કરી દીધું હતું
Google Drive પર એક વ્યક્તિએ બાળપણના નગ્ન ફોટા અપલોડ કર્યા પછી લગભગ એક વર્ષ સુધી તેના ઇમેઇલ એકાઉન્ટની ઍક્સેસ ગુમાવી દીધી અને તેને ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી.
સમગ્ર મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં
અમદાવાદનાં કમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લનો ગુગલે એકાઉન્ટ બંધ કરતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે
નીલ શુક્લા નામના વ્યક્તિએ ગુગલ ડ્રાઇવ પર પોતાના બાળપણની તસવીર સેવ કરી હતી. તે તસવીરમાં તે માત્ર બે વર્ષનો હતો અને તેની દાદી તેને નવડાવી રહી હતી. ગૂગલે નીલ શુક્લાના તમામ ગુગલ
એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે કારણ કે તે તસવીરને તેની બાળ નગ્નતા નીતિનું ઉલ્લંઘન માનવામાં આવે છે.નીલ શુક્લાના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે ટેક કંપનીએ તેની તસવીરને ચાઈલ્ડ
પોર્ન ગણાવી હતી અને ગયા વર્ષે એપ્રિલમાં કંપનીની નીતિનું ઉલ્લંઘન કરવા બદલ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.
નીલ શુક્લા, એક કોમ્પ્યુટર એન્જિનિયર, તેણે બાળપણના ફોટોગ્રાફ્સ ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કર્યા હતા, જેમાં તેની દાદી એક બાળક તરીકે નવડાવતા હોવાનો ફોટો પણ સામેલ હતો.
અરજદારે તાકીદની સુનાવણીની પણ વિનંતી કરી હતી, કારણ કે તેને ગૂગલ તરફથી એક નોટિસ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના એકાઉન્ટ સાથે જોડાયેલ ડેટા એપ્રિલમાં કાઢી નાખવામાં આવશે.