આજથી અમૂલ દહીં-છાશના ભાવમાં પણ વધારો; છ લિટર છાશનો ભાવ 150 રૂપિયા થયો

Webdunia
સોમવાર, 7 માર્ચ 2022 (10:55 IST)
ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધની તમામ પ્રોડકટમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ વધાર્યા બાદ શનિવારથી છાશ અને દહીના ભાવમાં પણ વધારો ઝીંકતાં ગરીબ અને્ મધ્યમવર્ગીય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડયો છે. જીસીએમએમએફ દ્વારા અમૂલ જીરા છાશના 180 મિલીમાં એક રૂપિયાનો વધારો કરતાં એનો ભાવ પાંચ રૂપિયાથી વધીને છ રૂપિયા થયો છે, જ્યારે છ લિટર છાશના પાઉચનો ભાવ 141થી વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ મસ્તી દહીના 200 ગ્રામના પાઉચમાં એક રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો છે, જેથી અમૂલ મસ્તી દહીં 200 ગ્રામના જૂના ભાવ 15 રૂપિયા વધીને 16 થયા છે, જ્યારે 400 ગ્રામ અમૂલ મસ્તીનાં ભાવમાં બે રૂપિયાનો વધારો થતા જુના ભાવ 28 થી વધીને 30 રૂપિયા કરાયો છે. જ્યારે અમૂલ દહી એક કિલોનાં પાઉચમાં બે રૂપિયાનો વધારો થતા જૂના ભાવ 63 રૂપિયામાં વધારો કરી 65 રૂપિયા કરાયો છે.કઢી દહીના 200 ગ્રામ પાઉચમાં એક રૂપિયાનો વધારો થતાં જૂનો ભાવ 12 રૂપિયાથી વધીને નવો ભાવ 13 રૂપિયા થયો છે, ઉનાળાની શરૂઆતમાં જ છાશ અને દહીના ભાવમાં વધારો ઝીંકવામાં આવતાં ગરીબો માટે છાશ-દહીં દુર્લભ બનશે એમ લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article