કોરોના વાયરસની રસીના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રવાસીઓ માટે અંબાજી, જૂનાગઢ અને પાવાગઢ ખાતે ફ્રી રોપ-વે સફરની તક ઉભી થઈ છે. રોપવે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ જણાવ્યુ હતું કે 24મી ઓક્ટોબરે પ્રથમ 100 મુસાફરોને આ સ્કીમનો લાભ મળશે. જોકે ઓનલાઈન બૂકિંગ કરાવનારને આ સ્કીમનો લાભ મળી શકશે નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્કીમનો લાભ વહેલા તે પહેલાના ધોરણે અપાશે. જોકે ફ્રી રોપવે સફર માટે રસીના બન્ને ડોઝ લીધા હોવા ફરજિયાત છે. રસીનું ફાઈનલ સર્ટિફિકેટ (પ્રિન્ટ અથવા ડિજિટલ) દર્શાવવાનું રહેશે. ઓનલાઈન બૂકિંગ કરાવનારને જોકે આ સ્કીમનો લાભ મળશે નહીં. એટલે કે જે મુસાફરો સવારે વહેલા રોપ-વે સ્થળે પહોંચે અને પહેલા બૂકિંગ કરાવશે એવા 100 મુસાફરોને જ આ લાભ મળશે. ભારતમાં 100 કરોડ રસીના ડોઝ અપાયા છે, તેનો આનંદ વ્યક્ત કરવા માટે ઉષા બ્રેકોએ આ સ્કીમ શરૃ કરી હોવાનું કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું