પૂર્વ CM વિજય રૂપાણીનું નિવેદન, લોકસભાની ચૂંટણીમાં 400 સીટો જીતીએ એવી સોમનાથ દાદાને પ્રાર્થના

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (14:43 IST)
લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર ભાઈ ફરીવાર વડાપ્રધાન બનશે અને દેશ વધુ પ્રગતિ કરશે- વિજય રૂપાણી
 
ગુજરાત વિધાનસભામાં 156 સીટ મેળવીને રેકોર્ડ બ્રેક જીત મેળવનાર ભાજપે હવે ગુજરાતમાં તમામ સીટો જીતવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શને ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને હજી 400 દિવસ બાકી છે. આ 400 દિવસમાં 400 સીટો પર જીત મેળવીએ એવી ભગવાન શિવને પ્રાર્થના કરી છે. 
 
વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા
આજે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે પહોંચ્યા હતા. શિવરાત્રીના પાવન પર્વ પર તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી અને આશીર્વાદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, મારા પર સોમનાથ દાદાની અપાર કૃપા છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર ભાઈ ફરીવાર વડાપ્રધાન બનશે અને દેશ વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી છે. 
 
ભાજપે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી છે. નવસારી લોકસભા બેઠક પર અશોક ધોરાજિયાને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article