સુરતમાં જુના બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં અચાનક આગ લાગતાં લાખોના માલ બળીને ખાક થઈ ગયો

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (12:25 IST)
surat fire
સુરત શહેરમાં જુના બોમ્બે માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતાં અફરાતફરી પામી હતી.દુકાનમાં રહેલો સાડીઓનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વીકરાળ આગથી સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.

ફાયર વિભાગે આગપર કાબુ કરી લેતા વેપારીઓમાં પણ રાહત થઈ હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જુના બોમ્બે માર્કેટમાં નંદીની સાડીની દુકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. વેપારીઓએ આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરી હતી. આગ વધુ પસી જાય તેમ હતું પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લેવાયો છે. સુરતના ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાસે મોટું ભંગારનું ગોડાઉન અચાનક સળગી ઊઠ્યું હતું. ગોડાઉનની સાથે નજીકમાં અન્ય નાની-મોટી દુકાનો પણ આવી છે અને આ દુકાનોની સાથે શ્રમજીવી લોકો પણ રહે છે. ત્યારે અચાનક ભંગારનું ગોડાઉન આગમાં ભભૂકી ઊઠતા મધરાતે નાસભાગ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ દુકાનોમાં શ્રમજીવી લોકો રાત્રે ઊંઘી રહ્યા હતાં. જોકે, સમયસર જાણ થઈ જતા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતા ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સંબંધિત સમાચાર

Next Article