સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર:રાજકોટ, સુરત, ભરૂચમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ ભાવનગર શહેરમાં સાડા ચાર ઈંચ; પોરંબદર અને દ્વારકામાં રેડએલર્ટ

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2023 (11:36 IST)
Weather news- ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં મેઘકહેરના કારણે ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે રાજ્યના 246 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. 
 
સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં સાડા ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડએલર્ટ અપાયું છે.
 
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની એક બે નહીં 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમાં તણખલાની જેમ તણાઇ ગઇ હતી. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક કાર તણાઇ ગઇ હતી. 
 
ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે.
 

સંબંધિત સમાચાર

Next Article