ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ચાર બાળકી સહિત પાંચના ડૂબી જતાં મોત

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2022 (16:15 IST)
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ચાર બાળકી સહિત પાંચના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. બાળકીઓ અને બાળક આજે બપોરના સમયે તળાવડીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ લાપત્તા બન્યા હતા. એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરી રહ્યા હતા ત્યારે જ તળાવમાં મૃતદેહ જોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક બાદ એક પાંચેય બાળકોની લાશો મળી આવી હતી.
 
આ બાળકો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા ગયા હતા. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. એક સાથે પાંચ બાળકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
 
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
 
મૃતકોના નામ
 
પ્રિયંકા પારસીંગભાઈ (ઉ.વ.5)
દિનકી પારસીંગભાઈ ( ઉ.વ.7)
અલ્કેશ પારસીંગભાઈ (ઉ.વ.10)
લક્ષ્મી પ્રતાપભાઈ (ઉ.વ.9)
સંજલા પ્રતાપભાઈ (ઉ.વ.7)

સંબંધિત સમાચાર

Next Article