સુરતથી એક એવા સમાચાર આવી રહ્યા છે જેને સાંભળ્યુ ચોંકી ગયો છે. એક ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે છે. ગણેશનગરમાં માનાના ઘરના આંગણે રમતી ભાણી મામાની જ કારના નીચે આવીને કચડાઈ ગઈ. મામાની કાર નીચે કચડાઈ જતાં ભાણીનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘર આગળ રમી રહેલી ભાણીનું તેના જ મામાની ગાડી નીચે કચડાઈ જતાં કમકમાટીભર્યું મોત થયું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ઘર આગળ રમી રહેલી ભાણી ઉપર ઘરના વળાંક આગળ મામાની ગાડી ફરી વળતાં કરુણ મોત થયું છે.
ઘરના આંગણામાં રમી રહેલી ભાણી પ્રાંજલ પોતાના મામાને જોઈને તેમની બાજુ ગઈ હતી. જોકે ઇકો સ્પોર્ટ કાર લઈને આવતા મામાને આ વાત ધ્યાન બહાર ગઈ હતી. આજે અજાણતા જ તેમની ગાડી ભાણી પ્રાંજલ ઉપર ફરી વળતાં કરુણ મોત થયું હતું. https://twitter.com/Veena_Rajput_/status/1629070175957053440