ભારતમાં કાળ બન્યો કોરોના, એક જ દિવસમાં 3285 લોકોનો લીધો ભોગ, 3.62 લાખ નવા કેસ

Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (08:50 IST)
દેશમાં કોરોનાના રોજના મામલામાં સાધારણ ઘટાડો થયા પછી ફરી આજે એકદમ વધારો નોંધાયો છે. દેશમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. કારણ કે મંગળવારે 3 લાખ 62 હજાર 787 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા. જ્યારે કે 3285 દરદીઓના મોત થઈ ગયા. મંગળવારે સવારે 3.23 લાખ મામલા સામે આવ્યા હતા, પણ રાત્રે 12 વાગ્યા સુધી આ આંકડો વધીને 3.63 લાખને પાર પહોચી ગયો. આ પહેલા સોમવારે 3.52 લાખથી વધુ મામલા નોંધવામાં આવ્યા, જ્યારે કે 2800થી વધુ દરદીઓએ દમ તોડ્યો હતો. આ મહામારીની શરૂઆતનો સૌથી વધુ આંકડો છે. 
 
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,88,637 થઈ ગઈ છે, જ્યારે કે રાષ્ટ્રીય સ્તર પર ઠીક થવાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ સંક્રમણથી 3285 વધુ લોકોએ જીવ ગુમાવતા મૃતકોની સંખ્યા વધીને  2,01,165 થઈ ગઈ છે. સારવાર કરાવતા દરદીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા વધીને 29,72,106 થઈ ગઈ છે. જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્તર પર કોવિડ-19થી ઠીક થવાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે.  મંત્રાલયના મુજબ સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,48,07,704 થઈ ગઈ છે. 
 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત 
 
છેલ્લા 24 કલાકમાં 2771 લોકોના મોત થઈ ગયા, તેમા મહારાષ્ટ્રમાં 895 દરદીઓના, દિલ્હીમાં 381, ઉત્તર પ્રદેશમાં 264, છત્તીસગઢમાં 246, કર્ણાટકમાં 180, ગુજરાતમાં 170 અને ઝારખંડમાં 131 લોકોના મોત થયા. 
 
અત્યાર સુધી 2,01,165 લોકોએ ગુમાવ્યો જીવ 
 
દેશમાં સંક્રમણથી અત્યાર સુધી 2,01,165 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમા મહારાષ્ટ્રમાં 66,179 દરદીઓના, દિલ્હીમાં 15,009, કર્ણાટકમાં 14,807, તમિલનાડુમાં 13,728, ઉત્તર પ્રદેશમાં 11,678, પંજાબમાં પશ્ચિમ બંગાળમાં 11,082, આંધ્ર પ્રદેશમાં 7800 અને છત્તીસગઢમાં 7782 દરદીઓના મોત થયા છે.
 
69.1 ટકા કેસ દસ રાજ્યોમાંથી આવ્યા 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં એક જ દિવસમાં કોવિડ -19 ના જેટલા કેસ સામે આવ્યા છે તેમાથી 69.1 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાંથી છે. કર્ણાટક, કેરલ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન એ દસ રાજ્યોમાં શામેલ છે જ્યાં કુલ કોરોના કેસમાંથી 69.1 ટકા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં 28 કરોડથી વધુની તપાસ કરવામાં આવી ચુકી છે. સંક્રમણનો દર 6.28 ટકા છે

સંબંધિત સમાચાર

Next Article