કોરોનાનો ડબલ મ્યૂટેંટ વાયરસ પહેલાથી વધુ છે જીવલેણ ? જાણો શુ કહે છે એક્સપર્ટ

મંગળવાર, 27 એપ્રિલ 2021 (23:03 IST)
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોરોના વાયરસનો ભારતીય વેરિએંટ બ્રિટિશ વેરિએંટની જેન ઝડપથી ફેલાય શકે છે, પણ હજુ સુધી આ વાત માટે ખૂબ ઓછા પુરાવા છે કે આ મૂળ વાયરસની તુલનામાં અધિક ઘાતક છે. સાર્સ-સીઓવી2 કે. બી.1.617 વેરિએંટને ડબલ મ્યૂટેશનવાળા આ ભારતીય વેરિએંટ પણ કહેવાય છે. આ મહામારીની બીજી લહેરથી સંપૂર્ણ રીતે પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ખૂબ મળ્યો છે. 
 
દિલ્હી અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના મામલાં ખૂબ ઝડપથી આવી છે અને સ્વાસ્થ્ય સેવા ચરમરા ગઈ છે. દિલ્હીના અનેક હોસ્પિટલ્માં ચિકિત્સીય ઓક્સીજનની ખૂબ કમી અનુભવાય રહી છે ઈસ્ટીટ્યૂટ ઓફ જીનોમિક્સ એંડ ઈંટીગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી) ના નિદેશક અનુરાગ અગ્રવાલે કહ્યુ, જ્યા સુધી અમારી માહિતી છે, ન તો બ્રિટિશ વેરિએંટ અને ન હી આ બીમારી કે મોતની વધતી ગંભીરતાથી જોડાયેલુ છે. સાબિત થઈ ચુક્યુ છે 
કે બ્રિટિશ વેરિએંટ ઝડપથી ફેલાય છે અને સંભવ છે કે બી.1.617 વેરિએંટ વધુ ઝડપથી ફેલાય શકે છે. પણ આ સાબિત થયુ નથી અને તેને સઆબિત કરવા માટે અનેક લક્ષણ છે અને અભ્યાસ હાલ પુરો થયો નથી. 
 
આઇજીઆઇબી એ દેશભરની 10 પ્રયોગશાળાઓમાંથી એક છે જે વાયરસના જિનોમ અનુક્રમમાં સામેલ છે. જો કે તેમણે કહ્યું કે આ વાતની કોઈ તુલના નથી કે કયા સ્વરૂપની પ્રસાર ક્ષમતા વધી છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રનો અનુભવ જોતા આ સ્વરૂપ ઝડપથી ફેલાવનારુ લાગે છે, પરંતુ તે હજી સિદ્ધ થવુ બાકી છે.  તેમણે કહ્યું હતું કે સામાન્ય પુરાવા જોતાં આ પ્રકાર (B.1.617) વધુ ઝડપથી ફેલાય છે.
 
ગત વર્ષના પહેલી લહેર કરતા આ વખતે રાજ્યમાં વધુ મોતો વિશે પૂછવામાં આવતા, અગ્રવાલે કહ્યું કે તેનો સીધો સંબંધ એ વાતથી છે કે સ્વરૂપ કેટલુ ફેલાય શકે છે અને જેટલા વધુ દરદી સંક્રમિત થશે, મૃતકોની સંખ્યા પણ એટલી વધુ રહેશે.  નેશનલ સેંટર ફોર બાયોલોજીકલ સાઈંસેજના નિદેશક સૌમિત્ર દાસે કહ્યુ કે બી.1.617 સ્વરૂપના ઘાતક હોવાના સંબંધમાં હાલ કોઈ રિપોર્ટ નથી. 
 
એનસીબીએસ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં સ્થિત છે અને આ  કોરોના વાયરસના જિનોમ સિક્વન્સીંગમાં સામેલ 10 સંસ્થાઓમાંની એક છે. દાસે ગયા અઠવાડિયે એક વેબિનરમાં કહ્યું હતું કે ભારતમાં મળતા વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ રસી અસરકારક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર