રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ નાગરિકોને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા અને અપાયેલી છૂટછાટનો દુરૂપયોગ ન કરવાની અપીલ કરી છે. ડીજીપીએ જણાવ્યું કે, તંત્ર દ્વારા ગોધરામાં દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિત અન્ય નિયમોનું પાલન ન થતું હોવાથી ફરી દુકાનો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેથી ગોધરામાં હવે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ માટે ગોધરામાં એસઆરપીની વધુ એક ટીમ ફાળવવામાં આવી છે. ડીજીપીએ જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો કરનારા 2 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.તેમણે રાજ્યમાં ગુનાઓની માહિતી આપતા કહ્યું કે ગઇકાલે સીસીટીવી ફૂટેજના આધારે 74 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કે ખોટી અફવા ફેલાવવા બદલ 19 ગુનાઓ દાખલ કરાયા છે. સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો, કાર્યવાહી કરવામાં આવશે. ગોધરામાં એસઆરપીની વધુ એક ટીમ ફાળવવામાં આવી છે. જ્યાં સંક્રમણ વધુ છે, ત્યાં લોકાડઉનનો કડક અમલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરામાં નિયમોના ભંગ બદલ આપવામાં આવેલી છૂટને પાછી ખેંચવામાં આવી શકે છે. ખોટી અફવા ફેલાવવા બદલલ કુલ 19 ગુના નોંધાયા. સુરેન્દ્રનગરમાં પોલીસ પરના હુમલામાં 2 આરોપીઓની ધપકડ કરાઈ.