ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટને ગુજરાત કોંગ્રેસે આભાસી આંકડા સાથે હથેળીમાં ચાંદ દેખાખડતું અને દૂરંદેશી વિનાનું ગણાવ્યું છે. આ સાથે કોંગ્રેસે ઉમેર્યું છે કે ગુજરાત સરકારનું આ બજેટ ગુજરાતના નાગરિકોને રાહત આપનારું નહીં પણ માત્ર ગુજરાત સરકારની જાહેરાતો માટેનું અંદાજપત્ર છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને ખાનાપૂર્તિ કરતું બજેટ છે.
ખેડૂતોને બમણા ભાવ આપવાનો ભાજપ દાવો કરી રહ્યો હતો તેનો આ બજેટમાં ઉલ્લેખ જ નથી. હેપ્પીનેસ ઇન્ડેક્સ કે ઇઝ ઓફ લાઇફ ક્યાંય દેખાતું નથી. લોન અને વ્યાજની ચૂકવણી રૃ. ૪૭ હજાર કરોડની છે અને વ્યાજની ચૂકવણી માટે નવું દેવું લેવાની ફરજ પડી રહી છે. ભાજપે ગુજરાતને આર્થિક દેવાદાર રાજ્ય બનાવી દીધું છે. આદિવાસી માટેની વનબંધુ યોજના સહિત અનેક યોજનાઓ પેન્ડિંગ છે. ૩ લાખ હેક્ટરને સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. કેનાલો માટે જે માતબર રકમ બતાવી છે એ જ દર્શાવે છે કે કામ કેવા છે. મોંઘવારી ઘટાડવા પણ કોઇ પગલા લેવાયા નથી. પેટ્રોલ-ડિઝલમાં વેટ ઘટાડવાની કોઇ વાત નથી. ' બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'શિક્ષણ અંગેની વિવિધ જોગવાઇ સામે બાળકોને વિજ્ઞાાનપોથી, વાઇફાઇ, ડિજીટલ ક્લાસ રૃમ સહિતની વાતો સામેહકીકતમાં વિજ્ઞાાન-ગણિતના શિક્ષકોની મોટાપાયે ખાલી જગ્યા ભરવી વધુ જરૃરી છે. યુવાનોને રોજગારીની એપ્રેન્ટિસ યોજના હકીકતમાં ગુજરાતમાં એપ્રેન્ટીસશીપ કાયદાનો અમલ જ કરવામાં આવતો નથી.