અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની શરણાર્થીને નાગરિકતા પત્ર એનાયત કરાયા

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (16:31 IST)
108 Citizenship Letter to Pakistani Refugee
અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી કલેકટર કચેરી પાસે આવેલ હોટેલ સિલ્વર કલાઉડમાં પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનથી આવીને અમદાવાદમાં વસેલા 108 વ્યક્તિઓને અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં વસતા આવા 1149 શરણાર્થીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા નાગરિકોના જીવનમાં રહેલા પ્રશ્નોનો નિકાલ કરવા સરકાર પ્રયત્નશિલ છે જેના કારણે આજે 108 નાગરિકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડિત લઘુમતીઓ તથા હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા સરળતાથી અને ઝડપથી મળે એ માટે પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે એ શક્ય બન્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1149 પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article