કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એ સોમવારે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન યોજના શરૂ કરી. આ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ના હેઠળ સરકાર આગામી ચાર વર્ષમાં જાહેર ક્ષેત્રની સંપત્તિમાં પોતાની ભાગીદારી વેચી દેશે. સરકારી ભાષામાં તેને ડિસઈંવેસ્ટમેંટ કહેવામાં આવે છે. સાથે જ લોકો તેને સીધી રીતે ખાનગીકરણ(Privatisation) સાથે જોડીને જોઈ રહ્યા છે.
સોમવારે સરકારે MNP લોન્ચ કર્યું અને થોડા કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા માંડી કે સરકાર રસ્તા, રેલવે, વીજળી વગેરે ક્ષેત્રોની મિલકતો વેચવા જઈ રહી છે. જોકે, એવું નથી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર બ્રાઉનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ થશે. બ્રાઉનફિલ્ડ સંપત્તિઓમાં એવી સંપત્તિઓનો ઉલ્લેખ છે જે હાલમાં ઉપયોગમાં નથી અને વિકસિત થવાની છે.
400 રેલવે સ્ટેશન અને 90 પેસેન્જર ટ્રેનોની ઓળખ
કુલ 400 રેલવે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેનો, અનેક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને રેલવે કોલોની તેમજ પ્રખ્યાત કોંકણ અને હિલ રેલવેને રેલવે ક્ષેત્રમાં મુદ્રીકરણ માટે સરકાર દ્વારા ઓળખવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં એટલે કે આગામી 4 વર્ષમાં રેલવેની બ્રાઉનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સનું મુદ્રીકરણ કરીને લગભગ 1.52 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.
26 ટકા ભાગીદારીમાં જાણો શુ- શું સામેલ છે?
સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલી 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) માં રેલવેની સંપત્તિ 26 ટકા યોગદાન આપશે. નાણાકીય વર્ષ 2022-25 દરમિયાન મુદ્રીકરણ માટે ઓળખાતી મુખ્ય રેલ સંપત્તિમાં 400 રેલવે સ્ટેશન, 90 પેસેન્જર ટ્રેન, 1400 કિમી લાંબો રેલ ટ્રેક, કોંકણ રેલવેનો 741 કિમીનો વિસ્તાર, 15 રેલવે સ્ટેડિયમ અને પસંદ કરેલી રેલવે કોલોનીઓ અને ચાર હિલ સ્ટેશનનો સમાવેશ થાય છે.