ભરુચ પાસે ચાલુ એસ ટી બસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓનું આક્રંદ

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (11:42 IST)
ભરુચના ચાવજ ગામ નજીક ટંકારીયાથી ભરૂચ આવતી એસ.ટી. બસમાં અચનાક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ પેસેન્જરો સમયસૂચકતાથી બસની બહાર દોડી આવતા કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે ભરૂચ ફાયર ટીમે બસમાં લાગેલી આગને કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ટંકારીયાથી ભરૂચ આવતી બસમાં વિદ્યાર્થીઓ સવાર હતાં. બસમાં આગ લાગવાથી રોડ પર અડધો કલાક જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો.  આજે સવારે 9 વાગ્યાની આસપાસ લોકલ બસ ટંકારીયાથી ભરૂચ આવી રહી હતી. આ બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ સવાર હતા. ચાવજ ગામ નજીક ભરૂચ આવી રહેલી એસ.ટી. બસમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળતાં જોવા મળ્યા હતાં. આગને કારણે બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. જોકે, સમયસૂચકતાથી બસની બહાર દોડી આવતાં કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે આ અંગે ભરૂચ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે આવીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Next Article