ગુજરાતમાં ભાજપનો મોટો પ્લાન- ગુજરાતમાં બની શકે છે બે નાયબ મુખ્યમંત્રી?

Webdunia
રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (12:19 IST)
મુખ્યમંત્રીઓની રેસમાં આ નામ મોખરે છે: ગુજરાતના નવા મુખ્યમંત્રીની રેસમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા મોખરે છે. તે તમામ પટેલ સમાજમાંથી આવે છે. આર.સી.ફલદુ, ગોરધન ઝાડફિયા અને પ્રફુલ પટેલના નામ પણ મુખ્યમંત્રી પદ માટે ચાલી રહ્યા છે, પરંતુ માંડવિયા અને નીતિન પટેલને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.
 
2022 માટે જરૂરી છે નવો ચહેરો
નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.
 
 મનસુખ માંડવીયાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. પણ મોખરે છે. નીતિન પટેલ અને સી આર પાટીલનું નામ પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અમિત શાહ આજે અમદાવાદ આવે અને તે બાદ બેઠકમાં જ નામ પર મહોર મારવામાં આવશે.
 
ગોરધન ઝડફિયા બનશે CM!
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે. હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

Next Article