બિહાર: 16 જિલ્લામાં વાવાઝોડાના કારણે અને વીજળી પડવાથી 33ના મોત, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

Webdunia
શનિવાર, 21 મે 2022 (13:15 IST)
બિહારના 16 જિલ્લામાં તોફાન અને વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ બિહારમાં વાવાઝોડાના કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. PM એ ટ્વિટ કર્યું કે ભગવાન મૃતકોના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. તે જ સમયે, રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. અલગ-અલગ જગ્યાએ બનેલી આ ઘટનાઓ બાદ બિહાર સરકારની સાથે સ્થાનિક પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે.

<

बिहार के कई जिलों में आंधी एवं बिजली गिरने की घटनाओं में कई लोगों की मृत्यु से अत्यंत दुख हुआ है। ईश्वर शोक-संतप्त परिवारों को इस अपार दुख को सहने की शक्ति दे। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन राहत और बचाव कार्य में तत्परता से जुटा है।

— Narendra Modi (@narendramodi) May 20, 2022 >
બિહારના મુખ્યમંત્રી કાર્યાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે વાવાઝોડા અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં 33 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન દ્વારા પાક અને ઘરના નુકસાનનું મૂલ્યાંકન કરવા અને પરિવારોને સહાય આપવા સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article